અંકલેશ્વર: GIDCની ગ્લાયસીસ બાય પ્રોડક્ટ કંપનીમાં આગ, ગણતરીની મિનિટોમાં આગ પર મેળવાયો કાબુ

ભરૂચ અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ ગ્લાયસીસ બાય પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

author-image
By Connect Gujarat Desk
New Update
ank gidc

અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ ગ્લાયસીસ બાય પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી માહોલ વચ્ચે આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ ગ્લાયસીસ બાય પ્રોડક્ટ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી કંપનીમાં બનાવાયેલા તાડપત્રીના મોનસુન શેડમાં આગ લાગી હતી જેના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીનું એક ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી
Latest Stories