/connect-gujarat/media/media_files/2025/11/06/rikshaw-fire-2025-11-06-16-38-53.jpg)
ભરૂચ જિલ્લાના આમોદથી જંબુસર તરફ જતી મુસાફર ભરેલી એક ઓટો રિક્ષામાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના આમોદથી જંબુસર તરફ જતી મુસાફર ભરેલી એક ઓટો રિક્ષામાં શોર્ટસર્કિટ થતા અચાનક આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ સર્જાયો હતો. પળવારમાં જ રિક્ષામાંથી ધુમાડો નીકળતાં ચાલકે વિલંબ કર્યા વગર તાત્કાલિક તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા.
થોડા જ ક્ષણોમાં રિક્ષાના એન્જિન ભાગે આગ ભભૂકી ઉઠી હતી. પરંતુ ચાલકની સમજદારી અને તાત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. તો બીજી તરફ, ત્યાંથી પસાર થતી 108 એમ્બ્યુલન્સના ચાલકે માનવતા દર્શાવી, તરત જ વાહન રોકી ફાયર બોટલ વડે આગ પર નિયંત્રણ મેળવવામાં મદદ કરી હતી. તેમની ઝડપી કાર્યવાહીથી આગ વધુ ફેલાય તે પહેલાં કાબુમાં આવી ગઈ હતી. આ ઘટનામાં રિક્ષાને મોટાપાયે નુકસાન થયું છે. પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોએ રિક્ષાચાલકની હાજરજવાબી અને 108ના કર્મીઓના પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી.