ભરૂચ: વાલિયાના ડહેલી ગામ નજીક કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચના વાડી-વાલિયા રોડ ઉપર ડહેલી ગામના પુલ પહેલા ઇક્કો કારમાં શોર્ટ સર્કિટને પગલે આગ ફાટી નીકળતા ચાલક સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો.

New Update
car fire

ઇક્કો કારમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી

Advertisment

ભરૂચના નેત્રંગ ખાતેથી ઇક્કો કારમાં ચાલક પિયુષ પ્રવીણ વસાવા ગેરેજનો સામાન ભરી ચાસવડથી ડહેલી થઈ અંકલેશ્વર જઈ રહ્યો હતો. તે દરમિયાન વાડી-વાલિયા રોડ ઉપર ડહેલી ગામના પુલ પહેલા અચાનક ઇક્કો કારમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી.

 આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.કારમાં લાગેલી આગ નજીકમાં ઝાંડીઓ સુધી પ્રસરી હતી.આગને કારણે રાહદારીઓએ ફાયર વિભાગ અને વાલિયા પોલીસને જાણ કરવામાં આવતા ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના ફાયર ઓફિસર કમલેશ વસાવા ફાયર ટેન્ડર સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો

જો કે પોલીસે બંને તરફ વાહન વ્યવહાર બંધ કરાવી ફાયર વિભાગને મદદ કરી હતી.આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisment
Latest Stories