/connect-gujarat/media/media_files/2026/02/23/fire-news-2026-02-23-18-12-10.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આજરોજ આગ લાગવાની સતત ત્રીજી ઘટના સામે આવતા ફાયર લાશ્કરો દોડતા રહ્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ભડકોદરા ગામની ડંપિંગ સાઇટ અને પાનોલી નજીક હાઇવે પર ખુલ્લા પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં સવારના સુમારે 2 અલગ અલગ આગ લાગવાની ઘટના સર્જાય હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ બન્ને ઘટના સમગ્ર આગ ઉપર ભારે જહેમતે કાબૂ મેળવ્યો હતો. જોકે, બપોરના સમયે વધું એક આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર લાશ્કરો સતત દોડતા રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર આવેલ નવજીવન હોટલ પાછળના ભાગમાં રહેલા ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ, દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર DPMC અને પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં 5 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી પાણીનો મારો ચલાવી આગ ઉપસ્ર કાબૂ મેળવાયો હતો.
આ સાથે જ GPCB ના અધિકારીઓએ પણ ઘટનાસ્થળે પહોંચી નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભંગારના ગોડાઉનમાં રહેલ ભંગાર અને પ્લાસ્ટિક બેરલ્સ બળીને ખાખ થઈ જતાં મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.