ભરૂચ જિલ્લાના આમોદમાં ઢાઢર નદીમાં આવેલા પુરથી ખેતીની જમીનનું ધોવાણ થતા ખેડૂતોને મોટું આર્થિક નુકશાન

આમોદમાં ઢાઢર નદીનાં ધસમસતા પાણીનાં પ્રવાહને કારણે ખેતીની જમીન ધોવાણ થઈ જતા ખેડૂતના ખેતરો સામે ખતરો ઉભો થયો છે.જેથી ખેડૂત ચિંતિત બન્યા છે....

New Update
Amod Dhadhar River
ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં આવેલા પુરના કારણે નદી કાંઠાના ગામોમાં ભારે વિનાશ વેર્યો હતો.અને ખેતીને પણ વ્યાપક નુકશાન પહોંચાડ્યું હતું.આ ઉપરાંત ખેતીની જમીનનું પણ ભારે ધોવાણ થયુ હતું.
ભરૂચ જિલ્લાના આમોદમાં ઢાઢર નદીનાં ધસમસતા પાણીનાં પ્રવાહને કારણે ખેતીની જમીન ધોવાણ થઈ જતા ખેડૂતના ખેતરો સામે ખતરો ઉભો થયો છે.જેથી ખેડૂત ચિંતિત બન્યા છે.આમોદ તાલુકાના વાડિયા ગામે આવેલી સર્વે નંબર ૩૬૯ વાળી જમીન ઉપર ગિરીશ વસાવા ખેતી કરીને જીવન ગુજરાન ચલાવે છે.
તેઓની ખેતીની જમીન ઢાઢર નદીની બાજુમાં જ આવેલી છે.જે જમીનનું ભારે ધોવાણ થતા ખેતરની અડધી જમીન ધોવાણ થઈ ગઈ હતી.જેથી ખેડૂતે સરકાર પાસે માટી પૂરવા માંગ કરી છે.તેમજ જમીન ધોવાણ થતા સહાયની માંગ કરી છે.
Latest Stories