New Update
/connect-gujarat/media/media_files/2025/08/02/crocodile-rescue-2025-08-02-11-52-21.jpg)
ભરૂચના આમોદ તાલુકાના પૂરસા ગામમાં શુક્રવારે રાત્રે 14 ફૂટ લાંબો મહાકાય મગર ગામમાં ઘૂસી આવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ મગર ગામની પાછળ વહેતી ઢાઢર નદીમાંથી બહાર આવીને વસાહતમાં પ્રવેશ્યો હતો.આ અંગે ગામ લોકોએ તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી ત્યારબાદ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ચુસ્ત કામગીરી સાથે મગરને પકડી લીધો હતો.ગામલોકોએ તત્કાલ કાર્યવાહી બદલ ફોરેસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
Latest Stories