New Update
ભરૂચ જિલ્લામાં ભાદરવો ભરપૂર
નદી નાળામાં નવા નીરની આવક
કીમ નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો
ગણેશ વિસર્જન પર પ્રતિબંધ
નદી પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અંકલેશ્વર હાંસોટ પંથકમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી રહી છે. ખાસ કરીને હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી હાલમાં ઉફાન પર છે. નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડતા નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયુ છે.
કીમ નદીના કિનારે આવેલા વિસ્તારોમાં પાણી છલકાય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ કીમ નદીમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ન કરવા પ્રતિબંધ મૂક્યો છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો કીમ નદીકાંઠે જઈ વિસર્જન કરતા હોય છે, પરંતુ આ વખતે સલામતીને પ્રાથમિકતા આપી નદીકાંઠે લોકોના ભેગા થવા પર પણ રોક લગાવવામાં આવી છે. નદીકાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસન સતત મોનીટરીંગ કરી રહ્યું છે અને ગ્રામજનોને નદીની નજીક ન જવા અપીલ કરી છે.
Latest Stories