ઝઘડિયાના અશા ગામ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
વિજય દર્શન યોગા આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાય
ઉજવણી પ્રસંગે સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતી
યુવાઓને વ્યસનથી દૂર રહી યોગ કરવા માર્ગદર્શન આપ્યું
મોટી સંખ્યામાં ગુરુભક્તોએ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લીધો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામ સ્થિત વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગુરુભક્તો જોડાયા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ આશ્રમો તેમજ પૌરાણિક મંદિરોમાં આજરોજ ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અશા ગામમાં નર્મદા કિનારે આવેલ સુપ્રસિદ્ધ વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા દીપપ્રાગટય કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આજે ગુરૂને યાદ કરવાનો દિવસ ગુરુપૂર્ણિમા છે. ગુરુ રાજેશ્રી મુનીને યાદ કરી તેઓએ તેમની વાતો અને વિચારો રજૂ કર્યા હતા. આપણું ધડતર ગુરુ કરે છે, સાથે જ યુવાઓને વ્યસનથી દૂર રહી યોગ અને સાધના કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા સહિત મોટી સંખ્યામાં ગુરુભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા.