New Update
/connect-gujarat/media/media_files/2025/07/10/chaitar-vasava-bail-hearing-2025-07-10-14-59-56.jpg)
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. ત્યારે ફરી ચૈતરની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે, તારીખ 28મી ઓગષ્ટ 2025ના રોજ હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવાની હતી. પરંતુ વકીલોની હડતાળને કારણે થઇ શકી નહોતી. જાણવા મળ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટમાં તારીખ 28મી ઓગષ્ટ ગુરૂવારે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. પરંતુ હાઈકોર્ટના વકીલોની હડતાળ યથાવત રહેતા વકીલો કામથી અળગા રહ્યા છે. જેના કારણે આજે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થઇ ન હતી.
Latest Stories