New Update
/connect-gujarat/media/media_files/2025/09/21/hansot-rainfall-2025-09-21-13-28-20.jpg)
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રીની શરૂઆતના એક દિવસ પહેલાં જ ભારે વરસાદ વરસતાં ગરબા આયોજકો સહિત શ્રદ્ધાળુઓમાં ચિંતા જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે મેદાનોમાં કાદવ જામવાની, ઈલેક્ટ્રિક સેટઅપને નુકસાન થવાની તેમજ ઉપસ્થિત શ્રોતાઓને મુશ્કેલી ઉભી થવાની શક્યતા છે.
વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ તરફ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને તારીખ 21 થી 24 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાવી છે.