ઝઘડિયા : ભારે પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત,વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત મકાનના પતરા પણ ઉડ્યા

વાવાઝોડા સાથે વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારમાં કેટલાક મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી.તેમજ મકાનોની દિવાલો પણ ધરાશાયી થતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું

New Update
  • ઝઘડીયા પંથકમાં વરસાદથી નુકસાન

  • ભારે પવનના જોર સાથે વરસ્યો હતો વરસાદ

  • વૃક્ષો પાડવા સહિત મકાનના પતરા પણ ઉડ્યા

  • વૃક્ષો વાહનો પર પડતા સર્જાયું નુકસાન

  • ગરીબોના ઘરની છત ઉડી જતા ભારે હાલાકી 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કમોસમી તોફાની વરસાદે ભાર નુકસાન પહોંચાડ્યું છે,જેમાં કેટલાક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત મકાનોના પતરા ઉડી ગયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાતે ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતોવાવાઝોડા સાથે વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારમાં કેટલાક મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી.તેમજ મકાનોની દિવાલો પણ ધરાશાયી થઈ છે અને વાહનો પર વૃક્ષો પડવાથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છેસાથે રાજપારડીથી ભાલોદ,ઝઘડિયાથી રાજપારડીભાલોદથી ઓર પટાર જેવા માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતોઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી ખાતે મોડી રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે લોકોની પતરાની છતો હવામાં ઉડી ગઈ હતી.તેમજ મકાનોની દીવાલો પણ ધસી પડી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories