ભરૂચ જિલ્લામાં તા.18 થી 24 જૂન દરમ્યાન ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા તંત્રની સૂચના

વરસાદને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને સતર્ક છે. અત્યંત ભારે વરસાદ-રેડ એલર્ટને પગલે બિનજરૂરી પ્રવાસ ટાળવા નાગરિકોને સહકાર આપવા અને સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરાયો

New Update
rainfall Alert
હવામાન ખાતા દ્વારા તા.૧૮-૦૬-૨૦૨૫ થી તા.૨૪-૦૬-૨૦૨૫ સુધી આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર આ દિવસો દરમ્યાન ભરૂચ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ, ભારેથી અતિભારે  વરસાદની આગાહી કરવામા આવી છે. વરસાદને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને સતર્ક છે.
અત્યંત ભારે વરસાદ-રેડ એલર્ટને પગલે બિનજરૂરી પ્રવાસ ટાળવા,નાગરિકોને સહકાર આપવા અને સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરાયો છે.આપાતકાલીન પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાવાસીઓને જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ -  ૦૨૬૪૨-૨૪૨૩૦૦ તેમજ ટોલ ફ્રી નંબર- ૧૦૭૭ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.