ભરૂચ: મોઢેશ્વરી મંદિરના કમ્પાઉન્ડનું ગેરકાયદેસર દબાણ હટાવાયું, તંત્રની બુલડોઝર કાર્યવાહીથી ફફડાટ

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ વિસ્તારના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા

New Update
  • ભરૂચમાં હાથ ધરાય કાર્યવાહી

  • તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય

  • દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઇ

  • મંદિરના ગેરકાયદેસર દબાણો હટાવાયા

ભરૂચ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ વિસ્તારમાં સુધી આવેલા પાકા અને કાચા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું.આ કાર્યવાહી દરમિયાન સ્વામિનારાયણ મંદિર, મોઢેશ્વરી મંદિર સહિત આસપાસના શોપિંગ સેન્ટરોમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 
મોઢેશ્વરી મંદિરનું કમ્પાઉન્ડ તેમજ સ્વામિનારાયણ મંદિરનું કમ્પાઉન્ડ પણ દબાણ વિસ્તારમાં આવતાં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.કાર્યવાહી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યા હતા.તંત્રની કાર્યવાહીના પગલે દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રએ જણાવ્યું કે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે આ પ્રકારની કામગીરી આગળ પણ ચાલુ રહેશે.
Latest Stories