New Update
ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત
જંબુસર બાયપાસ વિસ્તારના દબાણો દૂર કરાયા
મુખ્ય માર્ગને અડીને કરાયા હતા દબાણ
દબાણકારોમાં ફફડાટ
વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ
ભરૂચમાં નગર સેવા સદન અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા
ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ દબાણકારો દ્વારા માર્ગ પર દબાણ કરવામાં આવતા વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જીએસઆરડીસી, નેશનલ હાઇવે, માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાની દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે. પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં જંબુસર બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશની શરૂઆત કરાઈ હતી. જેમાં વાહન ચાલકોને અડચણરૂપ અને ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. કામગીરી શરૂ થતાં જ દબાણકારોમાં ફફડાટ સાથે દબાણો સ્વયં હટાવતા જોવા મળ્યા હતા.આ કામગીરીમાં નેશનલ હાઇવે એક્ઝિક્યુટિવ ભરત પટેલ, નગર પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી અને અધિકારીઓ જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે દબાણ કરનાર લારી ગલ્લાવાળા ધારકોએ પણ વહીવટી તંત્ર પાસે રોજગારી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટેની માંગ કરી હતી
Latest Stories