ભરૂચ: નંદેલાવમાં કેટરર્સની લૂંટના ઇરાદે તેના જ ઘરમાં નિર્મમ હત્યા, હાથપગ બાંધેલી હાલતમાં મળ્યો મૃતદેહ !

ભરૂચના નંદેલાવ ગામની એક સોસાયટીમાં કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ઘરમાં ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા

New Update
  • ભરૂચના નંદેલાવનો ચકચારી બનાવ

  • રાજસ્થાની યુવાનની નિર્મમ હત્યા

  • ગળેટુંપો આપી હત્યા કરાય

  • હત્યારાઓ સીસીટીવીનું ડીવીઆર કાઢી ફરાર

  • લૂંટના ઇરાદે હત્યાનું અનુમાન

ભરૂચ શહેરને અડીને આવેલા નંદેલાવ ગામની એક સોસાયટીમાં કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ઘરમાં ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે
ભરૂચ શહેરને અડીને આવેલ નંદેલાવ ગામે હત્યાની  ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયમાં B-13 નંબરના મકાનમાં રહેતા રાજસ્થાની મૂળના અને કેટરર્સનો વ્યવસાય કરતા પ્રકાશ માલીની અજાણ્યા શખ્સોએ ગળે ટુંપો આપી હત્યા કરી દીધી હતી તેમનો મૃતદેહ હાથ પગ બાંદહેલી હાલતમાં રૂમમાંથી જ મળી આવ્યો હતો.
પ્રકાશ માલીની શ્રી રામદેવ પીર કેટરર્સ નામે કેટરિંગનો વ્યવસાય કરતા હતા. બનાવની ગંભીરતા સમજી ભરૂચ વિભાગીય પોલીસવડા સી.કે.પટેલ, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશયલ ઓપરેશન ગ્રુપ અને એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા હતા. જોકે હત્યારાઓ ડીવીઆર કાઢી ફરાર થઈ ગયા હતા.આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકના પરિવારજનો છેલ્લા ચાર દિવસથી તેમના વતનમાં ગયા હતા આ દરમિયાન રાજુ અને અન્ય એક ઈસમ પણ મૃતક સાથે રહેતો હતો ત્યારે તેમણે લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories