ભરૂચ: આમોદની નવી નગરીમાં ગટરનું પાણી લોકોના ઘરમાં ફરી વળ્યું

ભરૂચની આમોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વૉર્ડમાં ભારે ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

New Update

ભરૂચની આમોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વૉર્ડમાં ભારે ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

ભરૂચની આમોદ નગરપાલિકા દ્વારા સમયસર પ્રી મોનસુનની કામગીરી હાથ ધરવામાં ન આવતા  વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડ વિસ્તારમાં આવતા પશુ દવાખાના પાસે આવેલ નવી નગરીમા લોકોના ઘરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળ્યું હતું.આ અંગે સ્થનિકોના આક્ષેપ અનુસાર સમસ્યા બાબતે રજુઆત કરવા છતાં તંત્રના કોઈ અધિકારી કે પદાધિકારી આવ્યા ન હતા જેના પગલે સ્થાનિકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર પાલિકાનાં સફાઇ કામદારો પોતાની માંગણીઓને લઇ હાલ હડતાળ પર
ઉતર્યા છે જેના પગલે સાફસફાઈ ન થતા ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે
#Bharuch #Gujarat #CGNews #Amod #flows #sewage water
Here are a few more articles:
Read the Next Article