ભરૂચ:સંસ્કાર વિદ્યાભવનમાં આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, 120 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

સંસ્કાર વિદ્યાભવનમાં પ્રદર્શન યોજાયું

આંતર શાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન

60 શાળાના 120 વિદ્યાર્થીઓ લીધો ભાગ

આગેવાનોએ આપી હાજરી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
ભરૂચની SMCP સંસ્કાર વિદ્યા ભવનની હોમી લેબના સહયોગથી, 1લી ઑકટોબર, 2024ના રોજ  કૅટાલિસ્ટ - ધ ફ્યુચર એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનમાં બે કેટેગરીમાં 60 શાળાઓ- અને 120 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ,જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જે.કે. રૂઈયા, સામાજિક કાર્યકર  ધર્મેન્દ્રસિંહ મહિડા  હોમી લેબના હેડ ઓફ ઓપરેશન્સ ગુંજા કપૂર,શાળાના આચાર્ય શૈલજા સિંઘ,એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ હાજરી આપી હતી, વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ નવીન પ્રોજેકટ્સની વિશાળ શ્રેણી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.આ પ્રદર્શનમાં શ્રેષ્ઠ શાળા ટ્રોફી કેટેગરી 1માં બાલ ભારતી પબ્લિક સ્કૂલ, ઝાનોર અને બે શાળાઓ, ક્વીન ઓફ એન્જલ્સ હાયર સેકન્ડરી શાળા અને SMCP સંસ્કાર વિદ્યાભવનને એનાયત કરવામાં આવી આવી હતી.
Latest Stories