New Update
અંકલેશ્વરના પારસીવાડમાં બન્યો હતો બનાવ
પારસી વ્યવસાયકારના બંગ્લામાં થઈ હતી ચોરી
રૂ.19 લાખના માલમત્તાની થઈ હતી ચોરી
પોલીસે મકાન માલિકના પુત્ર અને તેના મિત્રની કરી ધરપકડ
મોજશોખ પુરા કરવા ચોરીના ગુનાને અંજામ અપાયો
અંકલેશ્વરના પારસીવાડમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે મકાન માલિકના પુત્ર સહિત બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં. મોજશોખ પુરા કરવા યુવાન પુત્રએ મિત્ર સાથે મળી પોતાના જ ઘરમાં ચોરીના ગુનાને અંજામ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગત તારીખ-17મી ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકાર મઝુમ રૂસ્તમ વિમાદલાલ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ તેઓના બંગલાના મુખ્ય દરવાજાનું ઇન્ટર લોકની ચાવીઓની ડુપ્લીકેટ ચાવી બનાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને 19.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.
ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સ્થાનિક પોલીસ તેમજ ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા અમદાવાદ ખાતેથી મકાન માલિકના પુત્ર ફરઝાન મઝુમ વિમાદલાલને ચોરી થયેલ તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
પોલીસે તેની પૂછપરછ કરતા તેને પોતાના કોલેજના મિત્ર મોહંમદ અનસ સાદીક સૈયદ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેના પગલે પોલીસે બન્નેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોજશોખ પુરા કરવા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકારના બંગલામાં પુત્રએ જ ચોરી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Latest Stories