New Update
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાદ ગામે પૂર અસરગ્રસ્ત લોકોને સહાય વિતરણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાદ ગામે પૂર અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા સહાય વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 675 લોકો અને 343 પરીવારને કેશ ડોલ ચૂકવવામાં આવી હતી. એક પરીવાર દીઠ 2240 રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા, જ્યારે જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ દ્વારા તમામ અસરગ્રસ્ત પરિવારજનોની બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Latest Stories