New Update
અંકલેશ્વરના અંડાદા ગામનો બનાવ
આધ્યા હોમના મકાનમાં તસ્કરો ત્રાટકયા
બંધ મકાનને નિશાન બનાવ્યું
એરકુલરમાં મુકેલ રૂ.1.95 લાખના દાગીનાની ચોરી
અંકલેશ્વરના અંદાડા ગામે આધ્યા હોમમાં રહેતા સુભાષચંદ્ર ગોહિલ 31 ડિસેમ્બરે પત્ની અને બાળકને લઈ ભરૂચ પત્નીની ફોઈના ઘરે ગયા હતા. જ્યાંથી તેઓ નાઈટશિપમાં દહેજ નોકરીએ ઘરે ગયા હતા. બીજા દિવસે નોકરી પતાવી અંકલેશ્વર ઘરે પોહચતા ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું.
તસ્કરો નીચે અને ઉપરના માળે સમાન વેરવિખેર કરી કબાટમાં પણ ફંફોસી ગયા હતા. તેઓએ ઘરમાં નીચેના રૂમમાં રહેલા એર કુલરને જોતા તેના સ્ક્રુ ખુલ્લા હતા. એર કુલરની અંદર ઘર માલિકે લાલ રંગની કાપડની બેગમાં 15 ગ્રામ સોનુ અને 10 ગ્રામ ચાંદીના 12 દાગીના મુકયા હતા. જે તસ્કરો ચોરી જતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ₹1.95 લાખના દગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
Latest Stories