New Update
/connect-gujarat/media/media_files/2024/10/17/t4kVDvZWPW63n1rVHbOM.jpg)
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં ગૌ માસનું વેચાણ કરતા ખાટકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં રફીક ફકીર મોહમંદ કુરેશી ગૌ માસનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી અઢી કિલોથી વધુ માસ પકડી પાડી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો ખાટકી રફીક ફકીર મોહમંદ કુરેશીની પુછપરછ કરતા તે ગૌ માસ હોવાનું જણાવ્યું હતુ.પોલીસે અંકલેશ્વરના વેટેનરી તબીબ મારફતે શંકાસ્પદ ગૌ માસના સેમ્પલ લઇ એફ.એસ.એલ માટે મોકલી આપ્યા હતા જે બાદ આ શંકાસ્પદ માસ ગૌ માસ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે ગૌ માસનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.