ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વિવાદનો આખરે અંત, ખેડૂતોએ સંમતિ એવોર્ડનો કર્યો સ્વીકાર

વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરવામાં આવતા ખેડૂતો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો......

New Update
  • ભાડભૂત બેરેજ યોજનામાં હતો વિવાદ

  • જમીન સંપાદનને લઈને હતો વિરોધ

  • ખેડૂતોમાં વળતર મુદ્દે હતી નારાજગી

  • આખરે વિવાદનો આવ્યો અંત

  • ખેડૂતોએ સંમતિ એવોર્ડનો કર્યો સ્વીકાર  

ભરૂચ ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદન અંગે વિવાદ ચાલી રહ્યો હતો,જેનો સુખદ અંત આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરવામાં આવતા ખેડૂતો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ભરૂચ ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદન અંગે વિવાદ ચાલી રહ્યો હતો,અને ખેડૂતો દ્વારા આ અંગે ઉગ્ર વિરોધ સાથે યોગ્ય વળતર સંદર્ભે સરકાર સમક્ષ માંગણી કરી હતી. જેનો સુખદ અંત આવ્યો હતો. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજિત 450 જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ લેવા માટે સમજાવવામાં આવ્યા હતા.ત્યાર બાદ આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સંમતિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આજે તમામ ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા.અને સંમતિ એવોર્ડ સ્વીકાર કર્યો હતો.અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,મંત્રી ઈશ્વરસિંહ પટેલસાંસદ મનસુખ વસાવા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને કલેકટર ગૌરાંગ મકવાણા,પાર્થ જયસ્વાલે ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય વળતર અપાવવા માટે મદદરૂપ બન્યા તે બદલ ખેડૂત સમન્વય સમિતિના હિરેન ભટ્ટ સહિત ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો હતો.