New Update
/connect-gujarat/media/media_files/2025/10/05/mokhdi-village-2025-10-05-12-45-54.jpg)
ભરૂચના વાલિયા તાલુકાના મોખડી ગામમાં વાડામાં મુકેલ પાંજરામાં મારણ કરવા આવેલ માદા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના વાલિયા તાલુકાના મોખડી ગામમાં દીપડાના આંટા ફેરાને પગલે ગ્રામજનો ભયભીત બન્યા હતા.
આ અંગે કસ્તુર કેસાભાઈ ગામીતે વાલિયા વન વિભાગની કચેરીમાં જાણ કરી હતી. જેને પગલે વાલિયા વન વિભાગના આર.એફ.ઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ બીટ ગાર્ડ દિનેશ રાઠવા સહિત તેઓની ટીમ દ્વારા મારણ સાથે કસ્તુર ગામીતના વાડામાં પાંજરું ગોઠવ્યું હતું.
તે સમયે મારણ કરવા આવેલ દીપડો પાંજરે પુરાયો હતો.આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અંદાજી 60થી 65 કિલો વજન ધરાવતી માદા દીપડોને પકડી તેની વેટરનરી ડોકટર મારફતે તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.
Latest Stories