New Update
/connect-gujarat/media/media_files/2025/08/30/python-2025-08-30-15-04-22.jpg)
ભરૂચ શહેરના મકતમપુર ખાતે આવેલા સૈયદવાડ વિસ્તારમાં અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અજગર દેખાતા જ લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ તરત જ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામાં આવી હતી. જીવદયા પ્રેમી યોગેશ મિસ્ત્રી તથા તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ અજગરને કાળજીપૂર્વક અને સલામત રીતે પકડવામાં આવ્યો હતો. બાદમાં અજગરને કુદરતી વસવાટ માટે અનુકૂળ સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories