ભરૂચ: હાંસોટની સાહોલ ચેકપોસ્ટ નજીકથી પિકઅપ ગાડીમાં ચોરખાનામાં લઇ જવાતો રૂ.3.36 લાખનો દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ

પોલીસે ચોર ખાનામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 909 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 3.36 લાખનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 8.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update
Sahol Check Post
ભરૂચ એલસીબીએ બાતમીના આધારે હાંસોટના સાહોલ ચેક પોસ્ટ પાસેથી પીકઅપ ગાડીમાં ચોર ખાનમાં સંતાડી લઈ જવાનો 3.36 લાખનો વિદેશી દારૂ મળી કુલ 8.41 લાખનો મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એસલીબીનો સ્ટાફ હાંસોટ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક પીકઅપ ગાડીમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો ભરી સાયણથી હાંસોટ તરફ આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે હાંસોટ તાલુકાના સાહોલ ગામના ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી પીકઅપ આવતા પોલીસે તેને અટકાવી હતી.અને પ્લાસ્ટિકના શાકભાજીના ખાલી કેરેટ નીચે ગાડીના બોડીનો ભાગ ખુલી શકે તેવુ ચોર ખાના મળી આવ્યું હતું.
પોલીસે ચોર ખાનામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 909 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 3.36 લાખનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 8.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને કામરેજના કઠોર માયત ફળિયામાં રહેતો જુબેર સુલેમાન હાફેજીને ઝડપી પાડ્યો હતો.જ્યારે  વિદેશી દારૂનો જથ્થો મોકલનાર દમણની મેડમ માયા તેમજ હાંસોટના બુટલેગર રોહન નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Latest Stories