ભરૂચ: આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો,પોલીસે લીધી ડ્રોન કેમરાની મદદ

આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું

New Update
Advertisment
  • ભરૂચના આમોદમાં બન્યો હતો ચકચારી બનાવ

  • 72 વર્ષીય વૃદ્ધા સાથે આચરાયું દુષ્કર્મ

  • નરાધમની પોલીસે ગણતરીના સમયમાં કરી ધરપકડ

  • પોલીસે આરોપીને પકડવા ડ્રોન કેમેરાની મદદ લીધી

  • દોઢ વર્ષ અગાઉ પણ આચર્યું હતું દુષ્કર્મ

Advertisment
ભરૂચના આમોદ તાલુકાના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેમાં પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મના મામલા બાદ આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું.આ અંગેની જાણ આમોદ પોલીસને થતા પોલીસે નરાધમ સામે દુષ્કર્મ તેમજ ધાકધમકી આપવાનો ગુનો દાખલ કર્યો હતો.
આ તપાસમાં સ્થાનિક પોલીસ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ત્યારે આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી શૈલેષ રાઠોડ નજીકના કેરવાડા ગામની સીમમાં ફરી રહ્યો છે.જેના આધારે તેને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisment
નારાધમ આરોપીએ આજથી દોઢ વર્ષ પૂર્વે આજ વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી.હાલ આરોપી થોડા દિવસ અગાઉ જ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો ત્યારે ફરીવાર તેણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.
Latest Stories