ભરૂચ : ઝઘડિયાના સારસા ગામે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા અનેક વાહનચાલકો અટવાયા...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 2 કલાક વરસેલા મુશળધાર વરસાદને લઇને સારસા ગામ નજીક આવેલ રેલવે ગરનાળુ જળાશયમાં ફેરવાતા સ્થાનિકો સહિત અનેક વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

New Update
jha

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 2 કલાક વરસેલા મુશળધાર વરસાદને લઇને સારસા ગામ નજીક આવેલ રેલવે ગરનાળુ જળાશયમાં ફેરવાતા સ્થાનિકો સહિત અનેક વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે 2 કલાક સુધી સતત વરસેલા ભારે વરસાદને લઇને મુખ્ય ધોરીમાર્ગથી ગામમાં જવાના માર્ગ પરના રેલવે ગરનાળામાં પુષ્કળ પાણી ભરાતા ગરનાળુ જળાશયમાં ફેરવાયું હતું. ગરનાળામાં ભરાયેલ પાણીને લઇને મુખ્ય ધોરીમાર્ગથી ગામમાં જતા આવતા વાહનચાલકો અટવાયા હતા. સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક ધોરીમાર્ગ પાસે અટવાયેલા બાઇકચાલકોની લાઇન લાગી હતીજ્યારે ગામમાંથી બસ સ્ટેન્ડ તરફ આવતા વાહનચાલકો પણ તે બાજુ અટવાતા ભારે હાલાકી સર્જાય હતી.

ઉલ્લેખનીય છે કેઅંકલેશ્વર-રાજપીપલા વચ્ચેની નેરોગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ આ લાઇન પર આવતી મોટાભાગની રેલવે ફાટકો પર ગરનાળા બનાવવામાં આવ્યા છે. હાલ રેલવે ટ્રેન તો નથી ચાલતી. પરંતું ચોમાસા દરમિયાન ગરનાળામાં ભરાતા પાણીને લઇને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સારસા ગામે આ રેલવે લાઇન પર 2 ગરનાળા છે. એક બસ સ્ટેન્ડથી ગામમાં જવાના રસ્તા પર અને બીજું ઉમધરા સંજાલી જવાના માર્ગ પરત્યારે કડાકા ભડાકા સાથે લગભગ 2 કલાક જેટલા સમય માટે વરસાદે ધુંઆધાર બેટિંગ કરતા રેલવે ગરનાળુ પાણીથી છલકાતા વાહનચાલકો અટવાયા હતા. સારસા ગામ ધોરીમાર્ગની બન્ને તરફ વસેલું છે. એક તરફ મુખ્ય ગામ તેમજ રોડની બીજી બાજુ ગામની નવી વસાહતતેથી ગ્રામજનોએ અવારનવાર પરેશાન થવાની નોબત આવતી હોય છે. પરંતુ રેલવે ગરનાળા પાણીથી છલકાતા અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ અત્રેના ઉમધરા રોડ પરના ગરનાળામાં ભરાયેલ પાણીને બહાર કાઢવા મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતોત્યારે રેલવે સત્તાવાળાઓ તાકીદે આ સમસ્યાની નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી બન્યું છે.

Latest Stories