નેશનલ હાઇવે 48 પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો
સુરત તરફના ટ્રેક પર વાહનોની કતાર જોવા મળી
અંદાજે 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી
વારંવાર ટ્રાફિકજામ થતાં વાહનચાલકોને હાલાકી
ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માંગ
ભરૂચ જીલ્લામાં વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે નં. 48 પર અંકલેશ્વર નજીક ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી તરફ ફરી એકવાર ટ્રાફિકજામ સર્જાયો હતો. વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ, સતત સર્જાતો ટ્રાફિકજામ ટ્રાન્સપોર્ટરો અને વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે.
કેટલાક વાહનચાલકોને કમાણી કરતા ઇંધણનો વધુ વપરાશ થતાં તેઓના બજેટ ઉપર પણ માર પડ્યો છે, ત્યારે તંત્ર દ્વારા ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.