અંકલેશ્વર: સ્ટોપ રેપની મુહિમ સાથે નિકળેલ મારુતિવેનને નડ્યો અકસ્માત, 2 લોકોના કરુણ મોત

સ્ટોપ રેપના સ્ટીકરવાળી વાન અંકલેશ્વરના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી.અકસ્માત બાદ વાન હાઈવેની બાજુના વૃક્ષ સાથે ભટકાઈ હતી.

New Update
  • અંકલેશ્વરના પાનોલી નજીકનો બનાવ

  • અજાણ્યા વાહને વેનને મારી ટક્કર

  • અકસ્માતમાં 2 લોકોના મોત-4 ઇજાગ્રસ્ત

  • સ્ટોપ રેપની મુહિમ સાથે નિકળી હતી વેન

  • પાનોલી પોલીસે તપાસ હાથ ધરી

બેંગલુરુથી સ્ટોપ રેપના સૂત્ર સાથે પદયાત્રાએ નિકળેલ પદયાત્રીઓની મારૂતિવાનને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે 4  વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા.
બેંગલુરુ પાસિંગની મારૂતિ વાન હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી. સ્ટોપ રેપના સ્ટીકરવાળી વાન અંકલેશ્વરના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી.અકસ્માત બાદ વાન હાઈવેની બાજુના વૃક્ષ સાથે ભટકાઈ હતી.
જેમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે 4 વ્યક્તિને ઇજાઓ પોહચી હતી. પાનોલી પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનારની ભાળ મેળવવા સાથે અકસ્માત સર્જક ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.બનાવની વધુ તપાસ પાનોલી પોલીસ ચલાવી રહી છે.
Advertisment
Advertisment
Latest Stories