New Update
અંકલેશ્વર નજીક પરિસ્થિતિ
ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ
4 કી.મી.લાંબો ટ્રાફિકજામ
અનેક વાહનચાલકો અટવાયા
વારંવાર સર્જાય છે ટ્રાફિકજામ
અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર ભીષણ આગ ભભૂકી ઊઠતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. બે ફાયર ફાયટરોએ તાત્કાલિક કામગીરી હાથ ધરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેના કારણે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્ક્રેપ માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે, જેના કારણે વેસ્ટ સળગવાથી ઉત્પન્ન થતો ધુમાડો અને રાસાયણિક પ્રદૂષણ સ્થાનિક પર્યાવરણ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ આ જ સ્થળે આગ લાગી હતી, જેના કારણે ગોડાઉન સંચાલનની સુરક્ષા વ્યવસ્થાઓ પર ફરી સવાલો ઉભા થયા છે. ફાયર વિભાગ દ્વારા આગનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
Latest Stories