New Update
/connect-gujarat/media/media_files/2025/11/19/fire-news-2025-11-19-15-32-57.jpg)
ભરૂચના હાંસોટ તાલુકામાં ઇલાવ–સાહોલ રોડ પર આગનો બનાવ બન્યો હતો. માર્ગ પરથી પસાર થતી એક CNG વેનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. વેનના ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તરત જ ગાડી રોકીને નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
આગ લાગવા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ તકેદારીરૂપે સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચીને સહાયતા કરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Latest Stories