/connect-gujarat/media/media_files/2025/11/30/stbus-2025-11-30-16-30-34.jpg)
ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવાતા આજે રવિવારે અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર–સેલવાસ(ગુર્જર નગરી ) એક્સપ્રેસ રૂટ પર નવીન બસને ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી આપી નિયત રૂટ પર રવાના કરી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/30/ishwar-patel-2025-11-30-16-30-46.jpg)
આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકાઓને ગત તારીખ 15મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેડિયાપાડા ખાતેથી બિરસામુંડા પરિવહન અંતર્ગત 250 જેટલી નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું હતું. જેથી આદિવાસી સમાજના બાળકો - દીકરીઓ શાળાએ સરળતાથી પહોંચી શકે. સાથે એક્સપ્રેસ રૂટની બસો મુસાફરોની સવારીને વધુ સલામત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/30/st-bus-2025-11-30-16-30-55.jpg)
અત્રે ઉલ્લેખનીય છે કે, બિરસામુંડા પરિવહન અંતર્ગત અંકલેશ્વર ડેપોને ફાળવાયેલી ત્રણ બસોનું સંચાલન અંકલેશ્વર - ધંતુરિયા, અંકલેશ્વર - માલસામોટ અને અંકલેશ્વર - ભમાડિયા રૂટ પર સંચાલન કરવામાં આવી રહ્યું છે. જે ગામડાના વિદ્યાર્થીઓને શાળા - કોલેજમાં અભ્યાસ અર્થે પહોંચવામાં તથા અન્ય મુસાફરોને તાલુકા મથક સુધી પહોંચવામાં વધુ ઉપયોગી, સલામત અને સગવડયુક્ત બની રહેશે.
આ પ્રસંગે વિભાગીય યાંત્રિક ઇજનેર જી. કે. પટેલ, અંકલેશ્વર ડેપો મેનેજર જે.બી.ગાવિત, ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.