/connect-gujarat/media/media_files/2024/12/01/Lg5deZlxpNPo5SBKng50.png)
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતીના આક્ષેપ કરી આ અંગે શ્રમ રોજગાર મંત્રીને રજૂઆત કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન મામલે અધિકારીઓને આડેહાથ લીધા બાદ હવે અંકલેશ્વરમાં આવેલી કામદારો માટે આશીર્વાદ સમાન ESIC હોસ્પિટલના વહીવટ કર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.આ પોસ્ટમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છેમ જેમાં ગેરરીતી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને રીન્યુ કરવા રૂપિયા 1 લાખ તો નવા ઉમેદવારો પાસે ચાર પગાર એડવાન્સ પેટે લેવામાં આવી રહ્યા હોવાના મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.આ અંગે એજન્સી દ્વારા ઉમેદવારોને અમદાવાદની હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પૈસા અપાયા પછી જ પસંદગી લેટર આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.