“પોલ્યુશન ફ્રી ઈન્ડિયા” : મુંબઈના સાયક્લિસ્ટનું ભરૂચ સાયક્લિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું...

મુંબઈના સાયક્લિસ્ટ ઉમેશ પટેલ સતત 1200 દિવસથી રોજનું 100 કિલો મીટર સાયક્લિંગ કરતાં ભરૂચ જિલ્લામાં આવી પહોચ્યા હતા, 

New Update
ff56

મુંબઈના સાયક્લિસ્ટ ઉમેશ પટેલ સતત 1200 દિવસથી રોજનું 100 કિલો મીટર સાયક્લિંગ કરતાં ભરૂચ જિલ્લામાં આવી પહોચ્યા હતાત્યારે ભરૂચ સાયક્લિસ્ટ ગ્રુપ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રા પર નિકળેલા સાયક્લિસ્ટ ઉમેશ પટેલ તેમના સાયક્લિંગ ગ્રુપ સાથે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ સાયક્લિસ્ટ ગ્રુપ સાથે તેઓએ ઔપચારિક મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ઉમેશ પટેલે જણાવ્યું હતું કેતેમની આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયક્લિંગ પ્રત્યે જાગૃતિ લાવવા તથા લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરી પોલ્યુશન ફ્રી ઈન્ડિયા” તથા ફિટ ઈન્ડિયાહિટ ઈન્ડિયા” અભિયાનમાં જોડાયેલા રહે તેમજ પોતાના સ્વાસ્થ પ્રત્યે કાળજી રાખે.

સાયક્લિસ્ટ ઉમેશ પટેલ ગત તા. 5 એપ્રિલ 2021થી સતત દરરોજના 100 કિલોમીટર સાયક્લિંગ કરી રહ્યા છે. આજે આ તેમની 1209મી 100 કિલોમીટરની સાયક્લિંગ રાઈડ છેઅને તેઓ 1 લાખ 40 હજાર કિલોમીટર સાયક્લિંગ કરી ચૂક્યા છે. આ સાથે જ તેઓનો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ-2023માં પણ સમાવેશ થાય છે. સાયક્લિસ્ટ ઉમેશ પટેલના સાથી સાયક્લિસ્ટ રેયાન શેરરાવ પણ મનાલી-લેહ ખારડુંગલા. જે સાયક્લિંગ માટે સૌથી ટફ સાયક્લિંગ રૂટ માનવામાં આવે છેજે સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. અને એમની સાથે જ્હોનએન્થનીપિટર પણ 200થી 600 કિલોમીટર સતત સાયક્લિંગ કરી SRનું ટાઇટલ મેળવ્યા છે. ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ ગ્રુપ દ્વારા તેઓની આ સાયક્લિંગ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Latest Stories