અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન, ઓકસન દ્વારા 175 ખેલાડીઓની ફાળવી

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા યુવાનોમાં ખેલદિલી અને સંગઠનની ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે  લેધર બોલ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
muslimsmj

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા યુવાનોમાં ખેલદિલી અને સંગઠનની ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે  લેધર બોલ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

સજ્જુ મચ્છીવાલાના નેતૃત્વ હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટ યુવા પ્રતિભાને બહાર લાવવા, સમાજમાં એકતા જાળવવા અને એકબીજા પ્રત્યે આત્મીયતા વધારવા માટેનો એક સકારાત્મક પ્રયાસ છે.આ ટુર્નામેન્ટમાં સમાજની કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ માટે સમાજના કુલ ૧૭૫ ખેલાડીઓએ ઉત્સાહભેર ફોર્મ ભર્યા હતા. જેમાંથી પારદર્શિતા અને ખેલની ભાવના જળવાઈ રહે તે માટે ઓક્શન હરાજી પ્રક્રિયા દ્વારા દરેક ટીમે ૧૫-૧૫ ખેલાડીઓની પસંદગી કરવામા આવી હતી. આ ક્રિકેટ મહાકુંભની પ્રથમ મેચ ૨૦ નવેમ્બરના રોજ રમાશે અને દસ દિવસ સુધી ચાલનારી આ રોમાંચક સ્પર્ધાની ફાઈનલ મેચ ૩૦ નવેમ્બરના રોજ યોજાશે. સમગ્ર સમાજ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઉત્સુક છે અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Latest Stories