New Update
સરદાર સરોવર નર્મદા ડેમ છલકાશે
ડેમ સંપૂર્ણ ભરાવામાં માત્ર 1.57 મીટર જ દૂર
ડેમની જળસપાટી 137.11 મીટરે પહોંચી
ડેમમાંથી 2.94 લાખ ક્યુસેક પાણીની જાવક
ગોલ્ડન બ્રિજની જળસપાટી વોર્નિગ લેવલને સ્પર્શી
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેના સરદાર સરોવર ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે, અને ડેમનું જળસ્તર હાલમાં 137.11 મીટર હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી પણ હાલમાં વોર્નિંગ લેવલને સ્પર્શી છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 137.11 મીટરની સપાટીએ પહોંચ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3 લાખ 46 હજાર 582 ક્યુસેક પાણીની આવક છે. તો ડેમમાંથી કુલ 2 લાખ 94 હજાર 332 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી 137.11 મીટર પહોંચતા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી પહોંચવામાં માત્ર 1.57 મીટર દૂર છે.જ્યારે નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા 2 લાખ 94 હજાર 332 ક્યુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં પણ વધારો થયો છે.ભરૂચ પુર નિયંત્રણ કક્ષમાંથી જાણવા મળ્યા મુજબ આજે સાંજે 4 કલાક સુધીમાં નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળસપાટી 21.25 ફૂટે સ્થિર જોવા મળી રહી છે,અને વહીવટી તંત્ર પણ સાબદુ થઇ ગયું છે.