ભરૂચ: નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું 10 ઓગષ્ટ સુધી લંબાવાયું

નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો અવરજવર કરી શકશે નહીં ભારે વાહનોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે

New Update
jahernamu
ભરૂચ-દહેજ રોડ ઉપર નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો (હેવી વ્હીકલ), ગુડ્ઝ કેરેજ વાહનો માટે રસ્તો બંધ કરવા તથા  સમય દરમ્યાન ભારે વાહનોને રૂટ ડાયવર્ટ કરવા જાહેનામાની  મુદ્દતમાં આગામી તા.૧૦ ઓગષ્ટ ૨૦૨૫ સુધી વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો અવરજવર કરી શકશે નહીં ભારે વાહનોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે આ જાહેરનામનો ભંગ કરનાર વાહન ચાલકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
Latest Stories