New Update
/connect-gujarat/media/media_files/2025/10/01/umarwada-village-2025-10-01-19-04-33.jpg)
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓનાં મોત થતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.ગામજનો જણાવ્યા મુજબ તળાવમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓ મરી હોવાની શંકા છે. આ અંગે તેઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB પાસે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ GPCBની ટીમ તળાવ ખાતે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/01/gpcb-ankleshwar-2025-10-01-19-04-54.jpg)
ટીમે તળાવમાંથી પાણીના સેમ્પલ એકત્રિત કરીને તેને વૈજ્ઞાનિક તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. માછલીઓના મોતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ પ્રદૂષણ કે કોઈ રસાયણિક પ્રવાહના કારણે આવી ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
Latest Stories