/connect-gujarat/media/media_files/2025/07/29/uchhali-village-2025-07-29-13-53-30.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ નજીક ઉભેર ખાડીમાં અસંખ્ય જળશૃષ્ટિનો નાશ થતાં પ્રકૃતિ સુરક્ષા મંડળ તેમજ જાગૃત નાગરિકો દ્વારા GPCBને જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડિયા-વાલિયા તરફથી આવતા માર્ગ પર ઉછાલી ગામ નજીક ઉભેર ખાડી અમરાવતી નદીમાં વિલીન થાય છે. બન્ને તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમોને અડીને પસાર થતી ઉભેર ખાડીમાં કોઈ ઉદ્યોગ કે, તત્વો દ્વારા રાસાયણિક પાણી છોડી મુકાયું હોવાની શંકા વ્યક્ત કરાય રહી છે, ત્યારે ઉભેર ખાડીના દુષિત પાણી અમરાવતી અને નર્મદા નદીમાં પણ ભળી જવાનો ભય ઉભો થયો છે.
ઉછાલી ગામના પંચાયત સભ્ય હરેશ પરમાર અને પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલને જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા, અને આ અંગે GPCBમાં જાણ કરતા GPCB તેમજ અન્ય તપાસ ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. માછલાંના ટપોટપ મોત કયા કારણોસર થયા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી, તેમજ પ્રથમ પાણીના નમૂના અને મૃત માછલીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ઘટના અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલએ જણાવ્યું હતું કે, ઉભેર ખાડીમાં અસંખ્ય માછલાંના મોત થયા છે. જોકે, ઉભેર ખાડીમાં વાલિયા અથવા ઝગડીયા તરફથી કેમિકલયુક્ત પાણી ભળ્યું હોવાની શંકા છે. આ અંગે GPCBમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે વારંવાર માછલાંના મોતની ઘટનામાં વધારો થવો તે એક ચિંતાનો વિષય છે.