New Update
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
શાંતિ સમિતિની બેઠક યોજાઇ
મહોરમ પર્વ નિમિત્તે બેઠક યોજાઇ
હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા હાજર
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે મોહરમ પર્વ નિમિત્તે ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આવનાર તારીખ-5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વ મનાવવામાં આવશે જેને લઈ આજરોજ ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી.જેમાં હિન્દૂ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જ્યારે પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવી અપીલ કરી હતી.શાંતિ સમિતિની બેઠકમાં પી.આઈ પી.જી.ચાવડા,શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના,મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફડવાલા તેમજ આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories