અંકલેશ્વર: જુના દિવા ગામે બુલેટ ટ્રેનની સાઇટ પર લગાવેલી રૂ.76 હજારની પ્લેટની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના જૂના દિવા ગામની સીમમાં બુલેટ ટ્રેનના 7 પિલર પર લગાવેલી 4 સેટનીગ પ્લેટની ચોરી થઈ 76 હજારની ચોરીનો ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ શરૂ કરી

New Update
ankleshwar police

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ એલ એન્ડ ટી કંપની દ્વારા ભરૂચના ત્રાલસા ગામથી સુરતના કોસંબા સુધી હાલ ચાલી રહ્યું છે. મટીરીયલની દેખરેખ માટે જય અંબે એન્ટરપ્રાઇઝસ સિક્યુરીટીને કોન્ટ્રાકટ અપાયો છે. અંકલેશ્વરના જૂના દિવા ગામની સીમમાં બુલેટ ટ્રેનના 7 પિલર પર લગાવેલી 4 સેટનીગ પ્લેટની ચોરી થઈ હતી. જે અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે સિક્યોરિટી ઓફિસર ઉપેન્દ્રસિંહ રાઠોડે 76 હજારની ચોરીનો ગુનો દાખલ કરાવ્યો હતો.

Latest Stories