New Update
/connect-gujarat/media/media_files/2025/10/09/police-arrest-2-accuse-2025-10-09-15-00-52.jpg)
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બોરભાઠા રોડ ઉપર કાર્તિક સ્ક્રેપ નામના ગોડાઉન સામેથી શંકાસ્પદ થ્રિ વહીલ ટેમ્પો કટિંગ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ મીરા ઓટો ગેરેજ નજીક જીવન જ્યોત સોસાયટી ખાતે કાર્તિક સ્ક્રેપ નામના ગોડાઉન સામે એક થ્રી વહીલ ટેમ્પો કટિંગ કરી બે મજૂરો સ્પેરપાર્ટ અને એન્જીન અલગ કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/09/police-arrest-2-accuse-2025-10-09-15-01-08.jpg)
પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ બે ઈસમો પવનકુમાર કેતારનાથ જયસ્વાલ અને ઘનશ્યામ હનુમાન જયસ્વાલ પકડી તેઓ પાસે ટેમ્પો કટિંગ અંગે પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ ઈસમો ચોરીના ટેમ્પાનું ગેરકાયદેસર રીતે કટિંગ કરી તેના સ્પેર પાર્ટ્સ વેચવાની ફિરાકમાં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Latest Stories