અંકલેશ્વર:સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં યુવાનોને માર મરાતો વિડીયો વાયરલ થવાનો મામલો,પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ

સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બે યુવાનોને માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે ચાર સગીર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • 2 યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો

  • વિડીયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી

  • 7 આરોપીઓની પોલીસે કરી અટકાયત

  • સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં બન્યો હતો બનાવ

Advertisment
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બે યુવાનોને માર મરાતો હોવાનો વિડીયો થવાના મામલામાં પોલીસે ચાર સગીર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પર આવેલ સિગ્નેચર ગેલેરીયા શોપીંગ સેન્ટરમાં ગત 14મી ફેબ્રુઆરીના રોજ સાંજે બે યુવાનોને ટોળા દ્વારા માર મરાતો હોવાનો  વિડીયો વાયરલ થયો હતો. આ અંગે ડી માર્ટ નજીક આવેલ  રામદેવ નગરમાં રહેતા ભૂમિત સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તે અને તેનો મિત્ર પરેશ શોપીંગ સેન્ટર ખાતેથી પસાર થઇ રહ્યા તે દરમિયાન કેટલાક ઈસમો કેક એક બીજા પર નાખી રમી રહ્યા હતા.
આ દરમિયાન કેક ભૂમિત પર પડતા તેણે આ બાબતે ઠપકો આપતા 7 જેટલા ઈસમોએ તેને અને તેના મિત્રને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલોસે આ મામલામાં અંસાર માર્કેટમાં રહેતા અરમાન એહમદ કુરેશી, સોનુ અલી મોહરમ અલી ઇબ્રાહિમ અલી ચૌધરી અને અરબાજ ખાન હારુન ખાન હલીમ ખાન તેમજ સગીર વયના અન્ય 4 બાળકોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories