New Update
/connect-gujarat/media/media_files/2025/01/28/6y5yhdgr33vFSzbgcMAH.jpg)
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગતી ટોળકીના સાગરિતને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી સી.કે.પટેલ દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સ્પેશીયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
સ્પેશીયલ ડ્રાઇવ અંતર્ગત શહેર એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ વી.યુ.ગડરીયાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના જમીન સસ્તા ભાવે ખરીદ કરાવી ધાર્મિક સંપ્રદાયને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગતી ટોળકીનો સાગરિત ભરત મનજી ગઢાદરા ઉર્ફે ભરત મનજી પટેલ ઉર્ફે દર્શન શાહ ઉર્ફે સ્નેહલ મોરડીયા હાલ વડોદરા આજવા ચોકડી ખાતે હાજર છે.
જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આજવા ચોકડી પાસે પામ પેરેડાઇઝ કોમ્પલેક્ષમાં રહેતો ભરત મોરડીયાને ઝડપી તેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઇસમ અલગ અલગ પોલીસ મથકના ૬ ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories