New Update
/connect-gujarat/media/media_files/2025/09/26/dietrich-engineering-pvt-ltd-2025-09-26-15-55-19.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ સિક્યુરિટી ગાર્ડની પોલોસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ-11મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતી. કંપનીમાં મટીરિયલ્સની યુનીટમાં રાત્રી ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કન્ડેય અવધેશ મોર્યાએ અન્ય 3 ઈસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
સિક્યુરિટી ગાર્ડે પ્રોડકશન એરિયાના શટરનું લોક ખોલી અંદરથી મશીનરીનો 6.51 લાખના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તે દરમિયાન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ સિક્યુરિટી ગાર્ડ માર્કન્ડેય અવધેશ મોર્યાને ઝડપી પાડ્યો હતો.
Latest Stories