ભરૂચ : તુલસીધામ પાસે અપહરણની ઘટનામાં પોલીસે દાહોદથી બે આરોપીઓની કરી ધરપકડ

ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા યુવતી ભગાડી જવાની બાબતે બોલેરો કારમાં જનાર્દન રાજભરનું અપહરણ કરવામાં આવ્યું હતું પોલીસે આરોપીઓને ઝડપી પાડયા

New Update
  • તુલસીધામ પાસેથી યુવકના અપહરણનો મામલો

  • યુવતીને ભગાડી જવાની બાબતમાં થયું હતું અપહરણ

  • પોલીસે દાહોદથી અપહ્યત યુવકને કરાવ્યો મુક્ત

  • દાહોદથી બે આરોપીઓની કરી ધરપકડ

  • પોલીસે કાર સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી યુવતી ભગાડવાની રીસ રાખી એક વ્યક્તિના અપહરણની ઘટનામાં બે અપહરણકારોને દાહોદથી દબોચી લીધા હતા.

ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા યુવતી ભગાડી જવાની બાબતે બોલેરો કારમાં જનાર્દન રાજભરનું અપહરણ કરવામાં આવ્યું હતું.આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી.અને પોલીસે શહેરનાCCTV કેમેરાના ફૂટેજ મેળવીને તપાસ કરતા સફેદ કલરની બોલેરો ગાડી નંબર -GJ-20-CA-6568 હોવાનું જાણવા મળ્યું હતું.

બોલેરો ગાડીમાં કમલેશ માનજીભાઇ ભુરા અને શ્રવણ ચંદુભાઈ ગણાવા દ્વારા જનાર્દન રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઇ ગયા હતા.જે અંગેની બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા હતા.તેઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ ભુરા અને સરવીન ઉર્ફે શ્રવણ ગણાવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ 5 લાખ 10 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

Read the Next Article

અંકલેશ્વર: તાલુકા પોલીસે ચોરીના મોબાઈલ વેચવા જતા 2 આરોપીઓની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..

New Update
stolen mobile phones
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી રોડ ઉપર રાજ હોમ્સ સોસાયટી પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચાવ ફરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલ જીતાલી રોડ ઉપર આવેલ રાજ હોમ્સ સોસાયટી પાસે ચોરીના મોબાઈલ ફોન વેચાણ માટે આંટા ફેરા કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
જેઓને મોબાઈલ ફોન અંગેના પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે મૂળ યુપી અને હાલ જીતાલીની સિલ્વર સોસાયટીમાં રહેતો મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો.અને ચાર ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.