ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 21મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ સવારથી સાંજ સાડા સાત કલાક સુધી વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં, જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આવતીકાલે તા. 21મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા અંકલેશ્વર શહેરમાં 66 KV અર્બન સબ સ્ટેશનમાંથી નીકળતા 22 KV GHB ફીડર ઉપર અગત્યનું સમારકામ કરવાનું હોવાથી અંકલેશ્વર શહેરના ગુજરાત ગેસ, સુરતી ભાગોળ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ભાટવાડ, મુલ્લાવાડ, કાગદીવાડ, ફેઈઝ પાર્ક, ચાંદની પાર્ક, રણછોડરાય નગર, દેસાઈ ફળીયા, સમડી ફળીયા, ગોયા બજાર, કેશવપાર્ક, રાધેપાર્ક, પીરામણ નાકા, બ્રિજનગર, યુનાઈટેડ કોમ્પલેક્ષ, બાલાજી કોમ્પલેક્ષ, ઉકાઈ કોલોની, કસાઈવાડ, સુથાર ફળિયા, કાઝી ફળિયા, નગરપાલિકા વિસ્તાર, તાલુકા સેવા સદન તથા પિરામણ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 9:30 કલાકથી સાંજે 5:00 કલાક સુધી બંધ રહેશે. જોકે, વીજ નિગમ દ્વારા સમારકામની કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.