ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર હઝરત મહમદ સાહેબ
પયગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી માટે તૈયારી
નબીપુર ગામમાં ઈદ-એ-મિલાદ પર્વની તડામાર તૈયારી
સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું
ઈદ-એ-મિલાદ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન
ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે, ઈદ-એ-મિલાદની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં તડામાર તૈયારીઓ સાથે રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું છે.
ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર હઝરત મહમદ સાહેબના જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદ-એ-મિલાદના સ્વરૂપે ઉજવે છે. જે અંતર્ગત ઈદ-એ-મિલાદનો પર્વ આગામી તા. 16 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવશે, ત્યારે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગેચંગે જોડાઈ ગયું છે. આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઈટોના ઝળહળાટ વચ્ચે રંગાઈ ગયું છે. ગામની તમામ મસ્જિદો, દરગાહ શરીફને નબીપુર ડેકોરેસન કમિટી દ્વારા સજાવવામાં આવી છે. આ સાથે જ ગલી મહોલ્લા અને દરેક ઘર એક અજીબ ખુશીમાં રંગાઈ ગયા છે. ઈદ-એ-મિલાદના દિવસે સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે, અને ગામમાં નિયાજનું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે. આ સાથે જ પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે, ઈદ-એ-મિલાદની ખુશીના ભાગરૂપે સમગ્ર ગામમાં ઝુલુસનું આયોજન કરવામાં આવે છે.