New Update
ભરૂચમાં તંત્રની કાર્યવાહી
ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
કંથારીયા સુધીના દબાણ દૂર કરાયા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો
ભરૂચ શહેરમાં તંત્ર દ્વારા જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા સુધીના માર્ગ પર ઉભા કરી દેવામાં આવશે ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી ચાલુ રહી છે.અગાઉ શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધીના દબાણો દૂર કરાયા બાદ આજરોજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા સુધી મુખ્ય માર્ગને અડીને ઊભા કરી દેવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રોડના સેન્ટરથી 10 મીટર સુધીના માર્જિનમાં આવતાં દબાણો હટાવી દેવામાં આવ્યા હતા.
અગાઉ દબાણકારોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી સ્વેરછાએ દબાણો હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી. જોકે તેમ છતાં દબાણો ન હટાવાતા તંત્ર દ્વારા આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવો કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે.
Latest Stories