ભરૂચ: સંસ્કાર વિદ્યાભવનના આચાર્યાને સ્વામી વિવેકાનંદ નેશનલ પ્રિન્સિપાલ એવોર્ડથી સન્માનિત કરાયા

ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહને સ્વામી વિવેકાનંદ નેશનલ પ્રિન્સિપાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

New Update
a

ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહને 28 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદ ખાતે આયોજિત એજ્યુકેશન એક્સેલન્સ કોંકલેવમાં સ્વામી વિવેકાનંદ નેશનલ પ્રિન્સિપાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તમ નેતૃત્વ અને સમર્પિત સેવા બદલ આપવામાં આવ્યો હતો. આ કોન્કલેવમાં દેશભરના પ્રખર શિક્ષકો અને નેતાઓએ ભાગ લીધો હતો જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણમાં નવીન પ્રથાઓ અને સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત હતો.

Latest Stories